શાળામાં આરોગ્ય તપાસણી

  પ્રથમ રાઉન્ડની તપાસ

તા. ૨૮-૧ -૨૦૧૩ નારોજ શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને શાળાના સ્ટાફની સંયુકત મહેનત થી શાળામાં હાજર ધો. ૧ થી ૮ ના તમામ બાળકોની  આરોગ્ય તપાસની નો કેમ્પ યોજાએલ.
 શાળાની બન્ને (લોઅર પ્રીમારી  અને અપર પ્રાયમરી) પ્રાર્થનામાં  પી.એચ.સી. ટીમના અગ્રણી સાહેબ દ્વારા બાળકોને આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંગે અને સ્વચ્છતાની સામાન્ય ટેવો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 
આ તપાસમાં શાળામાં ધોરણ વાઈઝ શિક્ષકો સાથે ચર્ચા કરી તપાસણી કરેલ હતી . સામાન્ય રીતે  બાળકોમાં હિમોગ્લોબીનની ઓછી માત્રા, દાતમાં સડો , પેટમાં દુખાવો , ગુમડા થવા જેવી બીમાંરીઓંનું નિદાન કરી સ્થળ પર જ દવા આપવામાં આવી.


બીજા રાઉન્ડની તપાસ

તા. ૧૫-૨-૨૦૧૩ ના રોજ નારી પી.એચ.સી સેન્ટરમાંથી આવેલ ડોક્ટર અને તેમની ટીમ દ્વારા પ્રથમ રાઉન્ડની તપાસમાં અલગ કઢાયેલ બાળકો અને ગેરહાજર બાળકોની  આરોગ્ય તપાસનણી કરી હતી. પાંચ બાળકોને વધુ તપાસ અને સારવાર માટે જિલ્લા કક્ષાની સર ટી.હોસ્પિટલની ભલામણ કરી રીફર કરેલ છે. તેમના વાલી ને રૂબરૂ બોલાવી બાળકોના રોગ વિષે અને તેની સારવાર વિષે માર્ગદર્શન આપેલ.


 

સંસ્કારી કુટુંબનો દીકરો


                       તા. ૨૪-૧-૨૦૧૩ નારોજ શાળાની પાછળ રહેતા એક સંસ્કારી કુટુંબનો દીકરો કે જે ભાવનગર મુકામે ધો-૧૨માં હાલમાં અભ્યાસ કરે છે. તેને તેની શાળામાં કોઈ કોમ્પીટીશનમાં રૂ.૫૦૦/- ઇનામ માં મળેલા હતા. આ દીકરાએ ઘરે આવી તેના દાદાને આ નાણા આપી કહ્યુ કે.....  "આ  નાણાંની પેન લઈ  શ્રી તરસમીયા પ્રા. શાળામાં નાના બાળકોને વહેચી દો."
                  પોતાના પૌત્ર નું વેણ સાંભળી તુરંત ગદગદિત રીતે ખુશ થતા થતા તેણે પુત્રનું  વેણ સાચવ્યુ.  દાદાએ  પોતાના નાના દીકરા સાથે  શાળામાં  આવી ધો : ૧ થી ૫ ના તમામ બાળકોને  શાળામાં પેનનું દાન-વિતરણ કરેલ છે.


 
શાળા આવા સંસ્કારી દીકરાને તેના ધો.૧૨ માટે શુભેચ્છા પાઠવે છે. 

દિવ્ય પ્રેરણા-પ્રકાશ જ્ઞાન સ્પર્ધા

તા. ૯-૧-૨૦૧૩ના  રોજ  ગ્રામના ધાર્મિક  મંડળ ના  સભ્યોના સહકારથી "દિવ્ય પ્રેરણા-પ્રકાશ જ્ઞાન સ્પર્ધા" નું આયોજન કરેલ હતું.
 

રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી

આમારી શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ (૨૫-જાન્યુઆરી-૨૦૧૩) ના અનુસંધાને ભારતના ચુંટણી પાંચ દ્વારા આયોજિત નીચેના કાર્યક્રમો યોજાએલ હતા.
(૧) તા. ૨૪-૦૧-૨૦૧૩ ના રોજ ધો. : ૬-૭-૮ ના બાળકો માટે તમામ વર્ગમાં પ્રશ્નામંચ સ્પર્ધા ગોઠવેલ હતી.

જેમાં તમામ ધોરણમાં નીચે ફોટામાં તાદશ્ય થતા  વિદ્યાર્થીઓ પહેલા,બીજા અને ત્રીજા નંબર પામ્યા

(૨) તા. ૨૫-૦૧-૨૦૧૩ ના રોજ ગ્રામ કક્ષાનો બી.એલ.ઓં દ્વારા આયોજિત વિજેતા બાળકોને પ્રમાણપત્ર, મતદારોને બેઝ વિતરણ અને જાહેર પ્રતિજ્ઞા લેવાનો કાર્યક્રમ

મતદાતા જાગૃતતા રેલી

શ્રી તરસમિયા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા આગામી વિધાનસભાની ચુંટણી અનુલક્ષીને લોક જાગૃતિ / મતદાતા જાગૃતિ રેલી કાઢવામાં આવેલ