શાળા પ્રવાસ આયોજન  : 2012:13
બાળકોની શાળાના કાર્યોમાં અને આયોજનમાં પ્રોત્સાહક સામેલગીરી વધે અને લોકશાહી વાતાવરણમાં તેમને આવા કર્યો કરવાનો અનુભવ મેળે તે પણ શાળાશિક્ષણનો એક મહત્વનો ભાગ છે. શાળા કક્ષાના અનેકવિધ કર્યો સ્ટાફ અને બાળકોની સંયુક્ત જવાબદારીથી લોકશાહી ઢબે થાય તે આવા કાર્યોના સફળ આયોજનો માટે મહત્વનું છે. તે માટે શાળાના આગામી શૈક્ષણિક પ્રવાસના કાર્ય આયોજન અને અમલીકરણ માટે શાળા સ્ટાફ અને બાળકોની સંયુક્ત રીતે બનેલી એક સમિતિ રચના કરવાની થાય છે. જે મુજબ આ સમિતિ આપણી શાળામાં “શાળા પ્રવાસ આયોજન સમિતિ:૨૦૧૨–૧૩” તરીકે ઓળખાશે.


શાળા પ્રવાસ આયોજન સમિતિ :૨૦૧૨–૧૩ બેઠકો 


(૧)  તા.:૨૧-૧૨-૨૦૧૨
  આજની બેઠકમાં શાળામાં ઉચ્તર-પ્રાથમિકવિભાગનો જિલ્લા બહારનો પ્રવાસ કરવા નીચેના વિકલ્પો માટે  શૈક્ષણિક, આર્થીક, મનોવૈજ્ઞાનિક દષ્ટિકોણથી ચર્ચા કરી:
*દક્ષીણ ગુજરાતના વિવિધ સ્થળો    *કચ્છના વિવિધ વિસ્તારો     *ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો
 ગત વર્ષોના બાળકોના પ્રવાસ અનુભવો અને ગુણોત્સવને ધ્યાને લઈ જિલ્લા બહારના સાથે રાજ્ય બહારનો  પ્રવાસ થઇ શકે તે માટે ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળો અને માંઉન્ટ આબુનો પ્રવાસ કરવાનું સર્વ સહમતીથી નક્કી કરી ઠરાવવા માં આવે છે. 


(૨) તા.:૨૬-૧૨-૨૦૧૨
આજની બેઠકમાં શહેરની ટુર- ટ્રાવેલ્સ એજન્સીઓપર રૂબરૂ મુલાકાત લઇ કોમ્પીટેટીવ ભાવો સ્ટાફ દ્વારા જાણ્યા.  શક્તિ ટ્રાવેલ્સ-ભાવનગર ના કોમ્પીટેટીવ ભાવો અને સુવિધાઓ જાણી, તેમના માલિક ગામના વતની હોવાથી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોઈ લાગણીસભર રીતે બીલમાં કસર આપશે તેની ખત્રી સાથે તેમની બસ અને તારીખો અને નીચે મુજબનો રૂટ નક્કી કરવામાં આવે છે. જે સર્વ સહમતીથી નક્કી કરી ઠરાવમાં આવે છે.
રાત્રે ૧૦:૩૦ કલાકે  તા.:૧૦-૦૧-૨૦૧૩
શ્રી તરસમીયા પ્રા. શાળા થી પ્રસ્થાન
પ્રથમ દિન :
તા.:૧૧-૦૧-૨૦૧૩
બહુચરાજી , મોઢેરા-સૂર્યમંદિર, ઊંજા-ઉમિયામાતા, સિદ્ધપુર-રૂદ્રમહાલય, ગબ્બરગોખ -ચડાણ,   અંબાજી(રાત્રી રોકાણ) 
દ્વિતીય દિન :
તા.:૧૨-૦૧-૨૦૧૩
આબુરોડ, અબુપર્વત, અચલગઢ, દેલવાડાના દેરા, અબુર્દાદેવી, નક્કીતળાવ, વિગેરે...,   અંબાજી(રાત્રી રોકાણ)
તૃતીય દિન :
તા.:૧૩-૦૧-૨૦૧૩
મહુડી, ગાંધીનગર-વિધાનસભા,અક્ષરધામ વિગેરે.., અડલજ , વૈષ્ણોદેવી
(૧૨:૦૦ કલાકે રાત્રે પરત)



આંકડાકીય રીતે ગણતરી કર્યા બાદ  પ્રતિ બાળક અંદાજીત ખર્ચ રૂ.૮૫૭/- ની સામે પ્રત્યેક બાળક પાસેથી વર્ગ શિક્ષકો મારફત રૂ. ૭૫૦/- ઉઘરાવાનું સર્વ સહમતીથી નક્કી કરી ઠરાવમાં આવે છે.
વધારાના ખર્ચ માટે શિક્ષકો, ગ્રામજનો,ગામના જુના વતનીઓ વિગેરે.. દાતાઓ પાસેથી લોકફાળો ઉઘરાવાનું  સર્વ સહમતીથી નક્કી  કરી ઠરાવમાં આવેલ છે .
આ પ્રવાસમાં જોડવા ઈચ્છતા બાળકો ના વાલીને આ આયોજનની જાણ કરતો પત્ર બાળક મારફત મોકલવાનું નક્કી કરી ઠરાવમાં આવે છે. (નમુનાનો  પત્ર પાછળ છે.)
આ પ્રવાસમાં જોડવા ઈચ્છતા બાળકના વાલી પાસેથી વર્ગ શિક્ષકો મારફત  નિયત નમૂનાનું વાલી સંમતી પત્ર મેળવવાનું સર્વ સહમતીથી નક્કી કરી ઠરાવમાં આવે છે. (નમુનાનો વાલી સંમતી પત્ર પાછળ છે.)

વાલીને આ આયોજનની જાણ કરતો પત્ર

શ્રી તરસમિયા પ્રાથમિક શાળા

                                                                                      મુ.:તરસમીયા

પ્રતિ,
મુરબ્બીશ્રી.(Parents)

આપણી શ્રી તરસમિયા પ્રાથમિક શાળામાં  શૈક્ષણિક પ્રવાસનું નીચે મુજબ આયોજન કરેલ છે.  
 
રાત્રે ૧૦:૩૦ કલાકે  તા.:૧૦-૦૧-૨૦૧૩
શ્રી તરસમિયા પ્રા. શાળા થી પ્રસ્થાન
પ્રથમ દિન :
તા.:૧૧-૦૧-૨૦૧૩
બહુચરાજી , મોઢેરા-સૂર્યમંદિર, ઊંજા-ઉમિયામાતા, સિદ્ધપુર-રૂદ્રમહાલય, ગબ્બરગોખ -ચડાણ,   અંબાજી(રાત્રી રોકાણ) 
દ્વિતીય દિન :
તા.:૧૨-૦૧-૨૦૧૩
આબુરોડ, અબુપર્વત, અચલગઢ, દેલવાડાના દેરા, અબુર્દાદેવી, નક્કીતળાવ, વિગેરે...,   અંબાજી(રાત્રી રોકાણ)
તૃતીય દિન :
તા.:૧૩-૦૧-૨૦૧૩
મહુડી, ગાંધીનગર-વિધાનસભા,અક્ષરધામ વિગેરે.., અડલજ , વૈષ્ણોદેવી
(૧૨:૦૦ કલાકે રાત્રે પરત)




સાથે લાવવાની વસ્તુઓં : નાના-તાળા સાથે ચેઈનવાળો થેલો, ૨-જોડી કપડા, ગરમ સ્વેટર, શાલ, કાનપટ્ટી/ટોપી/સ્કાફ, મોજા, બુટ/સેન્ડલ/ચપ્પલ, ટુવાલ, નેપકીન, બ્રશ-ઉળીયું-ટૂથપેસ્ટ, નાવાનોસાબુ-શેમ્પુ, તેલ, વેસેલીન, દાંતિયો, પ્લા  સ્ટીકની બોટલ, વિકસ-બામ, નોટ-પેન જેવી અન્ય જરૂરી વસ્તુંઓ.

બસમુસાફરીમાં બાળકને કોઈ તકલીફ થતી હોયતો ખાસ જાણ કરવી

 (હેડ ટીચરની સહી)
વતી, શાળા પ્રવાસ આયોજન –સમિતિ


(શ્રી તરસમિયા પ્રાથમિક શાળા)

  વાલી સંમતી પત્ર

પ્રતિશ્રી,                                                                          
શાળા પ્રવાસ આયોજન –સમિતિ
શ્રી તરસમિયા પ્રાથમિક શાળા –તરસમીયા

મારા પુત્ર/પુત્રી/પાલ્ય ______________________­­­_____________________________ કે જે આપણી શ્રી તરસમીયા પ્રાથમિક શાળામાં ધો : __________ માં અભ્યાસ કરે છે, તે શાળા દ્વારા આયોજિત ત્રી-દિવસીય શૈક્ષણિક પ્રવાસમાં જવા-જોડવા ઈચ્છે છે. તો તેના વાલી તરીકે હું તેને પ્રવાસમાં લઈ જવા લેખિત સંમતી આપુ છું તથા આવા પ્રવાસ દરમ્યાનના તમામ જોખમો હું જાણું છું અને આવા જોખમો સામેની તમામ મારી જવાબદારી સાથે તેને આ શૈક્ષણિક પ્રવાસમાં લઇ જવા સંમતી આપુ છું. 
રૂબરૂ :
                               માતા/પિતા/વાલીની સહી:
                               માતા/પિતા/વાલીનું નામ:                                     .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો