શાળામાં આરોગ્ય તપાસણી

  પ્રથમ રાઉન્ડની તપાસ

તા. ૨૮-૧ -૨૦૧૩ નારોજ શાળામાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને શાળાના સ્ટાફની સંયુકત મહેનત થી શાળામાં હાજર ધો. ૧ થી ૮ ના તમામ બાળકોની  આરોગ્ય તપાસની નો કેમ્પ યોજાએલ.
 શાળાની બન્ને (લોઅર પ્રીમારી  અને અપર પ્રાયમરી) પ્રાર્થનામાં  પી.એચ.સી. ટીમના અગ્રણી સાહેબ દ્વારા બાળકોને આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંગે અને સ્વચ્છતાની સામાન્ય ટેવો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 
આ તપાસમાં શાળામાં ધોરણ વાઈઝ શિક્ષકો સાથે ચર્ચા કરી તપાસણી કરેલ હતી . સામાન્ય રીતે  બાળકોમાં હિમોગ્લોબીનની ઓછી માત્રા, દાતમાં સડો , પેટમાં દુખાવો , ગુમડા થવા જેવી બીમાંરીઓંનું નિદાન કરી સ્થળ પર જ દવા આપવામાં આવી.


બીજા રાઉન્ડની તપાસ

તા. ૧૫-૨-૨૦૧૩ ના રોજ નારી પી.એચ.સી સેન્ટરમાંથી આવેલ ડોક્ટર અને તેમની ટીમ દ્વારા પ્રથમ રાઉન્ડની તપાસમાં અલગ કઢાયેલ બાળકો અને ગેરહાજર બાળકોની  આરોગ્ય તપાસનણી કરી હતી. પાંચ બાળકોને વધુ તપાસ અને સારવાર માટે જિલ્લા કક્ષાની સર ટી.હોસ્પિટલની ભલામણ કરી રીફર કરેલ છે. તેમના વાલી ને રૂબરૂ બોલાવી બાળકોના રોગ વિષે અને તેની સારવાર વિષે માર્ગદર્શન આપેલ.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો