આંતરરાષ્ટ્રીય મહિલાદિન

આજે તા. ૮- માર્ચ -૨૦૧૩ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે શ્રી તરસમિયા પ્રા.શાળાની ધોરણ - ૮ ની દિકરીઓ તરફથી સંદેશ.....


ગામના તળાવમાં પતંગોત્સવ

તા. ૧૩/૦૧/૨૦૧૩ ના રોજ શાળાના બાળકો એ શાળાનાસ્ટાફ સાથે તરસમિયા ગામના ખાલી તળાવમાં પતંગો ઉડાડી પતંગોત્સવ ઉજવેલ હતો.


               આ દિને શાળાના અપર પ્રાયમરીના બાળકો એ પ્રવાસમાં  હતા.  તેઓ એ  તા. ૧૪/૦૧/૨૦૧૩ ના રોજ અમદાવાદ રીવર ફ્રન્ટ ખાતે ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલ - ૨૦૧૩માં હતા.
 

ચિત્રસ્પર્ધામાં શાળા


તા. ૨૪/૦૨/૨૦૧૩(રવિવાર) ના રોજ ભાવનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલ શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ખાતે આયોજિત ચિત્રસ્પર્ધામાં શ્રી તરસમિયા પ્રા. શાળાના ૫૧-એકાવન બાળકોએ ભાગ લીધેલ હતો. સવારે ૮:૦૦ કલાકે ૫૧-બાળકો અને બે સ્ટાફ મેમ્બર ચાલીને શાળાથી ચાલી યજમાન શાળાના કેમ્પ્ર સુધી ગયેલ અને ૧૨:૦૦ કલાકે સ્પર્ધામાં ભાગ લઈ પરત ગામમાં આવેલ.