દફતર વિતરણ

          તા: ૩૧/૦૭/૨૦૧૩ ના રોજ શાળાના તમામ અનુસુચિત જાતિના બાળકોને અકવાડા- કે.વ. શાળા મારફત અગવથી મળેલ દફતરોનું વિતરણ કરેલ તેની તસ્વીરો



માટીકામ

           તા. ૨૩/૦૭/૨૦૧૩ ના રોજ ધોરણ -૧ ના બાળકો માટીમાંથી વિવિધ રમકડાઓ બનાવતા શીખતા હતા તેની તેની લાક્ષણિક તસ્વીર...

ગુરૂપૂર્ણિમા ઉજવણી

આજે  તા: ૨૨/૦૭/૨૦૧૩ ને ગુરૂપૂર્ણિમાને દિવસે શાળામાં તમામ શિક્ષકોને ચાંદલા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


             ત્યારે જ શ્રી મામલતદાર ઓફીસ - ભાવનગર તરફથી  મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળા મુલાકાતે પધારેલ શ્રી ઝાલાભાઈની  આ યોજના અંગે બાળકોને વધુ માહિતી આપેલ ...

            તરસમિયા ગામની બાપની મઢીએ બજરંગદાસ બાપા મંડળ તરફથી શાળાના બાળકોને આજના દિન નિમિત્તે પ્રસાદ-ભોજન આપેલ હતું .

બાલિકાઓ અને શિવનું પૂજન

         તા. ૨૦/૦૭/૨૦૧૩ નારોજ શાળા માં મોળાકતના વ્રત પૂર્ણ થતા મોળાકત રહેલ કન્યાઓનું  પૂજન અને જાહેર શિવ પૂજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ જેમાં તમામ સ્ટાફ ગ્રામજનો અને બાળકોએ વિધિવત પૂજા આરતીનો લાભ લીધેલ.

૧) કન્યા પૂજન :
  
 


૨)  શાળાના શિક્ષક દંપતી દ્વારા  શિવપૂજન :


૩) મહા આરતી : 

(૪) મૂર્તિ વિસર્જન :



મહેંદી સ્પર્ધા

           તા. ૧૯/૦૭/૨૦૧૩ ના રોજ દીકરીઓના મોળાકત વ્રતો અનુસાંધાને એક મહેંદી સ્પર્ધાનું આયોજન શાળામાં કરવામાં આવેલ