બલવંતરાય મહેતા જન્મ દિન ઉજવણી

ભારતમાં પંચાયતીરાજના શિલ્પી અને ૧૯૬૫ ના યુદ્ધમાં શહીદ થયેલ ગુજરાતના બીજા મુખ્યમંત્રી શ્રી બલવંતરાય મહેતા જન્મ દિન ઉજવણી  શ્રી તરસમિયા પ્રા. શાળામાં કરવામાં આવી .  આ ઉજવણી માં ત્રિદિવસીય નીચે મુજબના પ્રવુત્તિ-કાર્યક્રમો આયોજિત કર્યા હતા.
(૧) તા. ૧૬-૨-૧૩ ના રોજ શાળા સફાઈ કાર્યક્રમ : જેમાં શાળાનું કમ્પાઉડ, વર્ગખંડો,અગાશી, નળિયા-છત વિગેરે શાળા સ્ટાફ અને બાળકોએ સાથે મળી શ્રમયજ્ઞ કરેલ. પાનખર ઋતુ બાદ આવી સફાઈની શાળાને જરૂર હતી.
(૨) તા. ૧૭,૧૮-૨-૨૦૧૩ના રોજ શાળા પુસ્તકાલયને લગતા અનેકવિધ કાર્યક્રમો શરુ કર્યા.
(૩) તા. ૧૯-૨-૨૦૧૩ના રોજ શ્રી બલવંતરાય મહેતા જન્મ દિન નિમિત્તે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી ઉજવ્યો.
(૩.૧)  ધો. ૩-૪ માં સુલેખન અને શ્રુતલેખનની સ્પર્ધા આયોજિત કરી.
(૩.૨)  ધો . ૫ થી ૮ માટે નિબંધ લેખન સ્પર્ધાવકૃત્વ સ્પર્ધા અને પ્રશ્નમંચ  આયોજિત કરેલ.


 
 



   

અમે આભારી છીએ

તા. ૧૬-૧-૨૦૧૩ થી તા.૩૧-૧-૨૦૧૩ સુધી શ્રી તરસમિયા પ્રા. શાળા મુકામે બી.એડ. કોલેજના અને  એમ. એડ. કોલેજના પધારેલ તાલીમાર્થી ભાઈ-બહેનોએ શાળાના તમામ બાળકોને અનેક વિધ નવી નવી પ્રવૃત્તિઓ કરી એક નવું જ શૈક્ષણિક વાતાવરણ પુરુ પડ્યું. હતું

  




શ્રી સહજાનંદ બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ તથા એજ્યુકેશન ડીપાર્ટમેન્ટના એમ.એડ.ના  તાલીમાર્થીઓ અને તેના વ્યાખ્યાતાઓ -પ્રિન્સીપાલ અને સંચાલક મંડળ નો  શ્રી તરસમિયા પ્રા.શાળાના બાળકો અને સ્ટાફ આભાર વ્યક્ત કરે છે.

શહીદ દિનની ઉજવણી

તા. ૩૦-જાન્યુઆરી -૨૦૧૩ના રોજ ગાંધી નિર્વાણદિન નિમિત્તે શાળાએ ગાંધીજી ને અંજલી આપતો સાદો કાર્યક્રમ  પ્રાર્થના સભામાં કરેલ હતો.  બાળકોએ  ગાંધીજી વિષે અને તેના કર્યો વિષે કર્યો વિષે પોતે જાતે તૈયાર કરેલ નોધ પ્રસ્તુત કરેલ.

પ્રજાસત્તાકદિન ઉજવણી

શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાકદિન-ગણતંત્રદિન ની ઉજવણીની ફોટો ઝલક


 

શાળામાં ઉજવાયેલ પ્રજાસત્તાકદિન-ગણતંત્રદિન ની ઉજવણીમાં શાળાના દીકરા -દીકરીઓ એ રજુ કરેલ કાર્યક્રમોની ફોટો ઝલક :