શિક્ષકના જન્મ દિની શુભેચ્છા

                  તા. ૦૭/૧૦/૨૦૧૩ ના રોજ  શાળાના ધોરણ - ૮ ના શિક્ષક જન્મદિન હોઈ વર્ગના બાળકો એ સ્વયંભૂ-પૂર્વઆયોજિત રીતે  કરી જન્મદિનની  ઉજવણી અને સ્મૃતિ ભેટ આપી હતી.

નવરાત્રી સેલિબ્રેશન

              તા. ૦૪/૧૦/૨૦૧૩ના રોજ શાળાના બાળકો  એ છેલ્લા બે પીરીયડમાં શાળામાં  ડીજે-ગરબા ધૂન સાથે અર્વાચીન ગરબાઓ નો આનંદ માણ્યો હતો.


એક્સપોઝર વિઝીટ ઓફ નેચરલ પ્લેસ

                      તા. ૦૪/૧૦/૨૦૧૩ના રોજ શાળાના ગણિત- વિજ્ઞાન મંડળના સક્રિય સભ્ય એવા તમામ બાળકોએ અને શિક્ષક મિત્રોએ  દરિયા કિનારાની મુલાકાત લીધી અને બાળકોને ત્યાની વનસ્પતિ અને દરિયાઈ જીવોની વૈજ્ઞાનિક આધારો સાથે માહિતી આપી-મેળવી. ખાસ તો  આ નેચરલ પ્લેસની એક્સપોઝર વિઝીટમાં બાળકોએ ખુબ આનંદ કર્યો. 

      

જીલ્લા ક્ક્ષાનુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૩

           ઘોઘા મુકામે આયોજિત 'ભાવનગર જિલ્લા ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - ૨૦૧૩' ની શ્રી તરસમિયા પ્રા. શાળાના અપર પ્રાયમરી વિભાગના ગણિત- વિજ્ઞાન મંડળના સક્રિય સભ્ય એવા તમામ બાળકોએ અને શિક્ષક મિત્રોએ  તા. ૦૪/૧૦/૨૦૧૩ ના રોજ મુલાકાત લીધી. બાળકોની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને નવું જોવા તથા જાણવાનો આનંદ દર્શાવતી તસ્વીરોનું  દર્શન....

                

૩ડી - ફિલ્મ શો

               શાળામાં તા. ૨૯/૦૯/૨૦૧૩ (રવિવાર) ના રોજ  બાળકો માટે  ૩ડી (ત્રીપરિમાણીય) ફિલ્મ શોનું આયોજન કરેલ હતું.  આ આયોજન માંટે શ્રી કમળેજ પ્રા.શાળાના શિક્ષક અને અમારા મિત્ર એવા શ્રી કિશોરભાઈ રાજ્યગુરુ ખાસી જહેમત ઉઠાવી પોતાના ૩ડી ચશ્માં અને ૩ડી -વિડીઓ કલેક્શન થી અને બાળકોને એક અવિસ્મરણીય એવો જિંદગીનો અનુભવ પૂરો પડ્યો હતો.

             


             ખાસ કરી આજે જાહેર રજાના દિવસે પણ અમારા આમંત્રણને  માન આપી તાલુકાના કેળવણી નિરીક્ષકશ્રી મહેન્દ્રભાઈ પટેલ આમારા આ કાર્યમાં ઉત્સાહ ઉમેરવા ખાસ હાજર રહ્યા હતા. શાળાએ કાર્યક્રમને અંતે બંને આમંત્રિતોનું સ્મૃતિ ભેટ આપી અભાર દર્શન કરેલ ....