લેબલ્સ
- અન્ય (9)
- કોમ્યુનીટી-મોબી. (7)
- દાતા (3)
- દિન ઉજવણી (10)
- પરીક્ષા (6)
- પ્રવાસ-મુલાકાત (5)
- રેલી (2)
- My Location (1)
શાળામાં ગ્રામ અગ્રણીઓં
સહજાનંદ
બી.એડ. કોલેજના તાલીમાર્થીઓના વિદાય સમારંભ અનુસંધાને ગામના અગ્રણી એવા
વડીલશ્રી રાવજીદાદા, સરપંચશ્રી ભગવાનભાઈ, ગ્રામ અગ્રણીશ્રી
................. અને ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ તરફથી પધારેલ મહેમાનશ્રીઓ તથા
બી.એડ. કોલેજના પ્રાધ્યાપિકાશ્રી ની વિશેષ હાજરીમાં તાલીમાર્થીઓ અને શાળાના
બાળકો તરફથી રજુ થયેલ અનેકવિધ અભિવ્યક્તિ-સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયેલ
હતા.
અનેકવિધ અભિવ્યક્તિ-સંસ્કૃતિક કાર્યક્રમો બાદ મહાનુભાવોની તરફથી પ્રેરક પ્રાસંગિક પ્રવચનો થયેલ.
ત્યારબાદ બાળકોને પ્રોત્સાહક ઇનામો આ મહાનુભાવો ના હસ્તે એનાયત કરેલ.
સેમેસ્ટર -૧ ની ઓપચારિક મુલ્યાંકન પ્રથમ દિન
શાળામાં પ્રથમ સત્રના અંતે સેમેસ્ટર -૧ ની ઓપચારિક મુલ્યાંકન પરીક્ષાના પ્રથમ દિને તા. 13-10-2012 ના રોજ તમામ બાળકોને શાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રી ............... અને તેમના પત્ની કે જે હાલમાં શાળામાં સૌથી સીનીયર શિક્ષિકા છે તેવા શ્રીમતી ઇન્દુમતીબેન ત્રિવેદી તરફથી તમામ બાળકોને બોલપેન આપી બાળકોને પ્રોત્સાહિત કરયા હતા. તમામ બાળકોને મીઠો નાસ્તો શાળા તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો.



ગુટખા નાબુદી અને તમાકુ નિષેધ રેલી
તા. ૦૬-૦૯-૨૦૧૨ ના રોજ શાળામાં શહેરની રૂલર મેનેજમેન્ટ કોલેજના સ્વયંસેવક-વિદ્યાર્થીનીઓ ના સહયોગથી ગામમાં ગુટખા નાબુદી અને તમાકુ નિષેધ અન્વયે પોસ્ટર રેલી કાઢવામાં આવેલ જેની શરૂઆતમાં ગ્રામ અગ્રણી અને ગાંધીવાદી નેતા શ્રી રાવજીદાદા એ અને શાળાના શિક્ષકો તરફથી બાળકોને તમાકુના દૈત્યથી માહિતગાર કરતું પ્રેરણાદાયી પ્રવચન બાળકો સમક્ષ કરેલ.
કલ્સ્ટર ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં.
તા : ૦૩/૦૯/૨૦૧૨ ના રોજ કલ્સ્ટર ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અકવાડા કે.વ. શાળા મુકામે શ્રી તરસમિયા પ્રાથમિક શાળાના બાળકો અને માર્ગદર્શક શિક્ષકો દ્વારા પાંચ વિભાગોમાં સાત કૃતિઓ રજુ કરવામાં અવેલ હતી જે પૈકી એક કૃતિ તાલુકા ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી પામેલ હતી.
કલ્સ્ટર ક્ક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાની વિવિધ કૃતિઓને સ્થાનિક તા.પ.ના સદસ્યશ્રી , ગામના સરપંચશ્રી , સીઆરસીકો , સ્થાનિક કે.વ.શાળાના આચાર્યશ્રી, અન્ય શાળાના આચાર્યશ્રીઓ, અન્ય શાળાના વિજ્ઞાન શિક્ષકો તથા બાળકોએ રસપૂર્વક નિહાળી હતી અને શાળાના બાળ વિજ્ઞાનીકોની રજુઆતો રસ પૂર્વક સાંભળી હતી.
પ્રદર્શનના અંતમાં શાળાના દીકરા-દીકરી એમ બે બાળકો દ્વારા જાહેરમાં સુંદર પ્રતિભાવ આપવામાં આવેલ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)